19 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 29, 2024
19 C
Surat
રવિવાર, ડિસેમ્બર 29, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઓક્ટોબરમાં ફરી અલંગમાં આવતા શિપની સંખ્યા ડબલ ડિઝિટમાં પહોંચી | In October...

ઓક્ટોબરમાં ફરી અલંગમાં આવતા શિપની સંખ્યા ડબલ ડિઝિટમાં પહોંચી | In October the number of ships arriving in Alang again reached double digits



– પાછલા વર્ષોની સરખામણીએ ઓછા શિપ આવ્યા, આગામી દિવસોમાં તેજીનો આશાવાદ

– 30 મી ઓક્ટોબરની સ્થિતિએ અલંગમાં 12 શિપો બીચ થયાં, છેલ્લા 10 માસમાં આખરી સફર ખેડનારા શિપની સંખ્યા 86 એ પહોંચી

ભાવનગર : ગોહિલવાડની આર્થિક કરોડરજ્જૂ અલંગનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. અલંગ ફરી ધમધમતુ થાય અને જિલ્લાની આર્થિક પ્રવૃત્તિ વેગવંતી બને તે માટે તમામ પક્ષકારો પ્રયાસ કરી રહ્યાં છે. વર્ષ-૨૦૨૪ના પ્રારંભથી અલંગમાં શિપની સંખ્યામાં સતત વધારો ઘટાડો થતો રહ્યો હતો. ગત સપ્ટેમ્બર માસમાં અલંગમાં માત્ર સાત શિપ જ આવ્યા હતા. જે સંખ્યા ઓક્ટોબરમાં ફરી ડબલ ડિઝિટમાં પહોંચી ગઈ છે. અલંગને ફરી ધમધમતું કરવાના પ્રયાસો જોતા પાછલા દિવસોમાં સ્થિર રહેલી ભારતની શિપ રિસાયકલિંગ ઈન્ડસ્ટ્રીમાં દિવાળી બાદ વૃદ્ધિ થાય તેવા અણસાર દેખાઈ રહ્યાં છે.

ભાવનગરની આર્થિક કરોડરજ્જૂ એવી અલંગ શિપ રિસાયકલિંગ ઈન્ડસ્ટ્રી દક્ષિણ એશિયાના દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સ્પર્ધા વચ્ચે સ્થાનિક બજારમાં ઘટતી માંગ સહિતના વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે. અલંગને ફરી ધમધમતું કરવા અને જિલ્લાની આર્થિક પ્રવૃત્તિને વેગવંતી બને તે માટે તમામ પક્ષકારો તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. વર્ષ-૨૦૨૪ના પ્રારંભથી અલંગમાં આવતા શિપોની સંખ્યામાં સતત વધારો-ઘટાડો થતો રહ્યો છે. અલંગમાં ચાલુ વર્ષે સૌથી વધારે જાન્યુઆરી માસમાં ૧૪ શિપ અને સૌથી ઓછા એપ્રીલ માસમાં ૩ શિપ આવ્યા હતા. ગત ઓગસ્ટ માસમાં અલંગમાં ૧૦ શિપ આવ્યા હતા જે બાદ સપ્ટેમ્બર માસમાં શિપની સંખ્યા ઘટીને ૭ થઈ હતી. જોકે ઓક્ટોબરમાં ફરી અલંગમાં આવતા શિપની સંખ્યા ડબલ ડિઝિટમાં પહોંચી છે. ૩૦મી ઓક્ટોબરની સ્થિતિએ અલંગમાં કુલ ૧૨ શિપ બીચ થયા છે અને દિવાળીના દિવસે બે કે ત્રણ શિપ બીચ થાય તેવી શક્યતા છે. પાછલા વર્ષોના ઓક્ટોબર મહિનાની સરખામણીએ વર્ષ ૨૦૨૪ના ઓક્ટોબર માસમાં આવનારા શિપની સંખ્યા ઓછી છે પરંતું હોંગકોંગ કન્વેન્શન લાગૂ થયા બાદ અને અલંગને યુરોપિયન યુનિયનની માન્યતા મળ્યા પછી પાછલા દિવસોમાં સ્થિર રહેલા ભારતના શિપ રિસાયકલિંગ માર્કેટમાં વૃદ્ધિનો આશાવાદા નિષ્ણાંતો સેવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, અલંગમાં નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ઓક્ટોબર માસમાં ૧૫, ૨૦૨૧-૨૨ના ઓક્ટોબર માસમાં ૨૧, ૨૦૨૨-૨૩ના વર્ષના ઓક્ટોબર માસમાં ૭ અને ૨૦૨૩-૨૪ના ઓક્ટોબર માસમાં ૧૯ શિપ આખરી સફરે આવ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય