હાર્ટ અટેકના દર્દીઓને ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. તેમને એવા ખોરાક ના ખાવા જોઈએ જેમાં સૈચુરેટેડ ફેટ, ટ્રાંસ ફેટ, વધુ પ્રમાણમાં મીઠું અને હાઈ સુગર વાળું ખાવાનું ના ખાવું જોઈએ. આમાં કોલેસ્ટ્રોલ વધી શકે છે અને હાર્ટ એટેકનો ખતરો પણ વધી શકે છે.
પ્રોસેસ્ડ ફૂડ ના ખાઓ
પ્રોસેસ્ડ ફૂડ હાર્ટના દર્દીઓ માટે સારું નથી હોતું. તેમજ પ્રોસેસ્ડ ફૂડનું રાતે સેવન કરવું એ અટેકના ખતરાને વધારી શકે છે. પ્રોસેસ્ડ ફૂડ, ટોમેટો સોસ, સોયા સોસ, વેફર, પિક્લ્સ જેવી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. કારણ કે તેમા સોડિયમની માત્રા વધારે હોય છે. જેના કારણે બ્લડ પ્રેશર પણ વધી શકે છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે સૈચુરેટેડ ફૂડનું સેવન કરવાથી બચવું જોઈએ. તમને જણાવી દઈએ કે સૈચુરેટેડ ફેટ, ડેરી પ્રોડક્ટ જેવા કો દૂધ,ચીઝ તેમજ માખણમાં હોય છે. તે સિવાય પામ ઓઈલ, પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ અને સ્નેક્સમાં પણ સૈચુરેટેડ ફેટ હોય છે. તે કોલેસ્ટ્રોલને વધારે છે અને વજન પણ વધારે છે.
ગળ્યું ના ખાઓ
રાતે સુગરના લેવી જોઈએ. ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓને આ વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાતે કેક, પેસ્ટ્રી, બિસ્કીટ, આઈસ્ક્રીમ અને મીઠાઈઓનું સેવન ના કરવું જોઈએ. તેમાં વધુ પ્રમાણમાં ખાંડ હોય છે. અને તે સુગર લેવલને વધારે છે જે સેહત માટે હાનિકારક છે.
સોફ્ટ ડ્રિંક્સ તો પીવું જ ના જોઈએ
સોફ્ટ ડ્રિંક્સ અને કોલ્ડ ડ્રિંક્સમાં વધુ માત્રામાં કેફિન હોય છે અને તેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે. હાર્ટના દર્દીઓ માટે આ સારુ નથી. તેમજ રાતે ફળોનું સેવન પણ ના કરવું જોઈએ.
કૈફીન થી બચો
કૈફીન બ્લડ પ્રેશરને વધારે છે અને હાર્ટની ધડકનોને તેજ કરી શકે છે. તેના માટે રાતે તેનું સેવન ના કરવું જોઈએ. કારણ કે કૈફીનની માત્રા વધારે હોય છે જે હાર્ટના દર્દીઓ માટે હાનિકારક છે
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.