30.4 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
30.4 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana News: ખાનગી કંપનીમાં 6 શખ્સોએ કરી ચોરી, પોલીસ તપાસ શરુ

Mahesana News: ખાનગી કંપનીમાં 6 શખ્સોએ કરી ચોરી, પોલીસ તપાસ શરુ


મહેસાણાના કડીમાં આવેલા બોરીસણા પાસેની ખાનગી કંપનીમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. આ કંપનીમાંથી એલ્યુમિનિયમના 30 બોક્સની ચોરી કરવામાં આવી છે. 6 જેટલા શખ્સોએ 1.50 લાખની ચોરી કરી હોવાની વિગત સામે આવી છે. કડી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કંપનીમાંથી ચોરી થવી એ સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે. ત્યારે આ અંગે ગુનેગારો સામે કડક કાર્યવાહી ધરવામાં આવે તે જરુરી છે.

ખાનગી કંપનીમાં 1.50 લાખની ચોરી

મહેસાણામાં આવેલી ખાનગી કંપનીમાં ચોર ટોળકી ઘુસીને ચોરીની ઘટનાને અંજાપ આપ્યો છે. કડીના બોરીસણા નજીક ખાનગી કંપનીનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે. બોરીસણા પાસે અટ્રેન એનર્જી ટ્રાન્જિસન લિમિટેડ કંપનીમાં ચોરી થઇ છે. કંપનીના ફરિયાદી હાર્દિક ત્રિવેદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે કડી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કુલ છ શખ્સો આ ચોરીની ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યુ છે. કંપનીમાંથી એલ્યુમિનિયમના 30 બોક્સની ચોરી કરાઇ છે. જેની કિંમત 1.50 લાખને આસપાસ છે.

વધી રહ્યુ છે ગુનાખોરીનું પ્રમાણ

મહેસાણાના કડીમાં આવેલા બોરીસણા નજીક ખાનગી કંપનીમાં ચોરી થવી એટલે કંપનીની સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ કાયદા પર પ્રશ્ન ઉભા કરે છે. કંપનીમાંથી જો આ ચોરી થતી હોય તો સ્થાનિકોને કેવી સુરક્ષા મળશે તે અંગે પણ પ્રશ્નાર્થ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય