33.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જૂન 13, 2025
33.5 C
Surat
શુક્રવાર, જૂન 13, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: અંજીર, પિસ્તા કે મખાના કોણ છે વધુ લાભદાયક? જાણો

Health: અંજીર, પિસ્તા કે મખાના કોણ છે વધુ લાભદાયક? જાણો


હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આજકાલ હેલ્ધી સ્નેક્સ પણ બજારમાં આવવા લાગ્યા છે. આવામાં પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન માટે ડ્રાય ફ્રુટ્સ અને સીડ્સ ખાવામાં આવે છે. તેમજ મખાના, પિસ્તા, અંજીર પણ ખાઈ શકો છો. જો કે આની સાથે સવાલ પણ થાય છે કે આ બધામાંથી સૌથી તાકાતવર અને ફાયદાકારક કયુ છે. ચાલો જાણો કે સૌથી વધારે ફાયદાકારક કયું છે?

મકાનામાં ઓછા કેલેરી અને હાઈ પ્રોટીન હોય છે

મખાનાને ફોક્સ નટ્સ કહેવામાં આવે છે. તેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને મખાના હેલ્ધી સનેક્સ તરીકે ખાવામાં આવે છે. મખાનામાં 15 ગ્રામ પ્રોટીન હોય છે જે મસલ્સને બિલ્ડ કરવામાં મદદ કરે છે. મખાનામાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમની માત્રા સારી હોય છે. જે શરીરના હાડકા માટે ફાયદાકારક છે.

પિસ્તામાં ફેટ અને પ્રોટીનનો ભરપૂર માત્રામાં હોય

પિસ્તા સ્વાદમાં ખૂબ સારા હોય છે તેમાં પોષણનું પ્રમાણ વધારે હોય છે. તેમાં લગભગ 560 કિલો કેલેરી, 45.3 ગ્રામ ટોટલ ફેટ અને 5.91 ગ્રામ સૈચુરેટેડ ફેટ હોય છે. જો કે આમાં પ્રોટીનની માત્રા 20.2 ગ્રામ હોય છે. પિસ્તામાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે જે હાર્ટ માટે ફાયદેકારક છે.

અંજીર ફાઈબર અને આયરનથી ભરપૂર

અંજીરમાં ફાઈબર, આયરન, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તે પાચન સ્વાસ્થ્યને સરળ બનાવે છે. લોહીમાં હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. અંજીર પાચનને સુધારે છે અને સ્કિનને હેલ્ધી રાખે છે. સૂકા અંજીરને આખી રાત પલાળી રાખો અને સવારે તેનું સેવન કરવું તે વધારે ફાયદો આપે છે.

અંજીર, પિસ્તા અને મખાના કોણ છે તાકાતવર?

અંજીર, પિસ્તા અને મખાના આ ત્રણેના અલગ અલગ ગુણો છે. આ ત્રણેયમાંથી મખાનાને સૌથી વધારે ફાયદાકારક ગણાવામાં આવે છે. કારણ કે તેમાં ઓછી કેલેરી હોય છે અને ફેટ પણ જરૂર પૂરતું જ હોય છે. મખાનામાં મિનરલ્સ હોય છે. પિસ્તામાં હાઈ પ્રોટીન હોય છે જેથી તમે ડાયટમાં પિસ્તાને સામેલ કરી શકો છો. તે સિવાય અંજીર પાચન અને આયરનને સુધારે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય