30.4 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
30.4 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHeat Storkથી બચવા શું કરવું? જાણો તેના ઉપાયો

Heat Storkથી બચવા શું કરવું? જાણો તેના ઉપાયો


 “હું થોડી વાર માટે તડકામાં હતો, મને ખબર નથી શું થયું” આ શબ્દો દરેકના મનમાં આવે છે. ખાસ કરીને જેઓ બપોરના તડકામાંથી પાછા ફરતી વખતે તેમને માથાનો દુખાવો, ચક્કર અને મૂંઝવણ થાય છે. આવા લોકોને થોડા કલાકોમાં તેમની તબિયત એટલી બગડી જાય છે કે ડૉક્ટરને બોલાવવા પડે છે.

ભારતના ઘણા ભાગોમાં, ઉનાળા દરમિયાન તાપમાન 45 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે અને આવી પરિસ્થિતિમાં હીટ સ્ટ્રોક એક ગંભીર સમસ્યા બની જાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો, તો તકલીફ વધારે થઈ શકે છે. હીટ સ્ટ્રોક પછી તરત જ શું કરવું અને તેનાથી કેવી રીતે બચવું તે જાણવું જરૂરી છે.

હીટ સ્ટ્રોકના લક્ષણો

  • વધુ પડતો તાવ આવવો
  • અચાનક ચક્કર આવવા
  • માથાનો દુખાવો વધી જવો
  • સ્કિન લાલ પડી જવી અને ડ્રાય થઈ જવી
  • સ્નાયુ નબળા થઈ જવા
  • શ્વાસ લેવામાં તકલીફ
  • ઉલટી કે ઉબકા આવવા

હીટ સ્ટ્રોક પછી તરત શું કરવું?

  • ખુલ્લા કપડાં પહેરવા
  • પંખો ચાલુ કરો અથવા ઠંડો પવન લો
  • તમારા માથા અથવા ગળા પર બરફના પેક મૂકો.
  • ઠંડુ પાણી ધીમે ધીમે પીવો
  • જો તમે બેભાન થઈ જાવ તો તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરો

લૂ થી કેવી રીતે બચવું?

  • લોકોએ બપોરે 3 થી 12 બહાર ન નીકળવું જોઈએ
  • ઘરની બહાર નીકળતી વખતે માથું ઢાંકો, છત્રી કે ટોપીનો ઉપયોગ કરો
  • ખુલ્લા, અને કોટનના કપડાં પહેરો
  • પાણી, લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી જેવા પીણાં પીવો.
  • તમારા ચહેરા અને શરીર પર વારંવાર પાણી છાંટો
  • બાળકો અને વૃદ્ધોને ખાસ કાળજીની જરૂર છે

ઉનાળાની ગરમી જેટલી સામાન્ય લાગે છે, તે એટલી જ ખતરનાક પણ હોઈ શકે છે. હીટ સ્ટ્રોકમા વ્યક્તિએ ગભરાવાની જરૂર નથી, પરંતુ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.ઉનાળામાં પોતાનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને ઉનાળા દરમિયાન વૃદ્ધો અને નાના બાળકોને બહાર ન જવા દો. કારણ કે આ લોકો આના માટે વધુ સંવેદનશીલ હોય છે અને તેમની કેર કરવી  જરૂરી છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય