27.7 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
27.7 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: આ જ્યુસનું સેવન કરશો તો થશે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન

Health: આ જ્યુસનું સેવન કરશો તો થશે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન


ઘણીવાર લોકો કહે છે કે જ્યૂસ પીવાથી ફાયદો થાય છે. પણ શું તમે જાણો છો કે ઘણા ફળો એવા હોય છે જેનો જ્યુસ ના પીવો જોઈએ. આ ફળોનો જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ ફળોના જ્યુસનું સેવન ડાયાબિટીસ, દાંત અને પાચન માટે નુકસાનકારક છે. તેમજ સ્ટ્રોકનો ખતરો પણ થઈ શકે છે. જાણો કે કયા ત્રણ ફળોના જ્યુસ છે જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

ફળોના જ્યુસથી બ્લડ સુગર વધે છે

ફળો ખાવા એ ફાયદાકારક હોય છે. કારણ કે તેમા ફાઈબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. ફળોનો જ્યુસ બનાવતી વખતે તેમા રહેલ ફાઈબરની માત્રા ઓછી થઈ જાય છઅને સુગરની માત્રા વધી જાય છે. જ્યુસમાં રહેલ એકસ્ટ્રા સૂગર શરીરમાં ભેગી થઈ જાય છે, જેના કારણ અચાનક બ્લડ સુગર લેવલ વધી જાય છે. જો તમે રોજ જ્યુસ પીવો છો તો ડાયાબિટીસ, મોટાપાની સમસ્યા થઈ શકે છે.

તેમજ તે સિવાય જો તમે બહાર મળતા જ્યુસ પીવો છો તે જ્યુસમાં પ્રિઝર્વેટિવ્સ, આર્ટિફિશિયલ કલર અને વધુ પડતી ખાંડ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જાણો કે તે કયા ત્રણ ફળ છે જેના જ્યુસનું સેવન ના કરવું જોઈએ.

ઓરેન્જ (સંતરાનો જ્યુસ)

સંતરાનો જ્યુસ દુનિયાભરમાં સૌથી વધારે લોકપ્રિય છે. તેમા વિટામિન-C સારી માત્રામાં મળી રહે છે. પરંતુ રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે,તેનાથી નુકસાન પણ થાય છે. નિષ્ણાતો મુજબ, સંતરાનો જ્યુસ પીવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે. તેમાં ફાઈબરની માત્રા ઓછી હોય છે. સંતરાનો એક ગ્લાસ જ્યુસમાં લગભગ 110 કેલેરી હોય છે અને 20 થી 26 ગ્રામ ખાંડ હોય છે તેનું રોજ સેવન કરો તો ડાયાબિટીસ જેવો રોગ પણ થઈ શકે છે.

કેરીનો જ્યુસ

કેરી ફળોનો રાજા કહેવાય છે પરંતુ તેનો જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે. કેરીના જ્યુસમાં નેચરલ ખાંડ પ્રમાણ વધારે હોય છે અને તેનાથી બ્લડ સુગરનું લેવલ વધે છે. કેરીના જ્યુસમાં લગભગ 30 થી 35 ગ્રામ ખાંડ હોય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક હોય છે.

સ્ટ્રોબેરીનો જ્યુસ

સ્ટ્રોબેરીનો જ્યુસમાં નેચરલ સુગરનું પ્રમાણ વધારે હોય છે અને આ જ્યુસનું સેવન કરવાથી બ્લડ સુગરનું લેવલ વધે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ જ્યુસ નુકસાનકારક હોય છે. આ જ્યુસમાં 35 ગ્રામ જેટલી ખાંડ હોય છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય