Brain Tumor Day: માથામાં સતત દુઃખાવો રહેતો હોય, ખેંચ આવતી હોય, સંતુલન ગુમાવવું અને વારંવાર ચક્કર આવવાની સમસ્યા હોય તો તે બ્રેઈન ટ્યુમરના લક્ષણો હોઈ શકે છે. બ્રેઈન ટ્યુમરના કેસમાં દર વર્ષે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં દર વર્ષે બ્રેઈન ટ્યુમરના સરેરાશ નવા 28 હજાર કેસ નોંધાય છે, જ્યારે 24 હજારથી વધુના મૃત્યુ થાય છે. આજે (આઠમી જૂન) ‘બ્રેઇન ટ્યુમર ડે’ છે ત્યારે બ્રેઈન ટ્યુમરના વધતા કેસ ચિંતાનો વિષય બન્યા છે.
મગજની ગાંઠના કેસમાં ચિંતાજનક વધારો