32.7 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
32.7 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: સરસવના તેલના સેવનથી થશે સ્વાસ્થ્યને લાભ, જાણો કેવી રીતે

Health: સરસવના તેલના સેવનથી થશે સ્વાસ્થ્યને લાભ, જાણો કેવી રીતે


પહેલાના સમયમાં નાની અને દાદીના કિચનમાંથી જે સુંગધ આવતી હતી તેમાં એક વસ્તુ સામાન્ય હતી અને તે છે સરસવનું તેલ. તે સ્વાદમાં જ નહી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. પરંતુ જેમ જેમ સમય વિતવા લાગ્યો તેમ તેમ કિચનમાં રિફાઈન્ડ ઓઈલ આવવા લાગ્યું અને સરસવનું તેલનો વપરાશ નહિવત થઈ ગયો.

સાંધાના દુખાવામાં આપે રાહત

સરસવના તેલમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટી ઇન્ફ્લેમેટરી જેવા ગુણો હોય છે જે સાંધાના દુખાવામાં રહાત આપે છે. જે લોકો આ તેલનો ઉપયોગ રોજ ખાવામાં કરે છે તેમને આવી બીમારીઓ થતી હોતી નથી.

કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે 

સરસવના તેલમાં ફેટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ખરાબ કેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. અને હાર્ટ સંબંધિત થતી બીમારીઓના ખતરાને ઓછી કરે છે.

પાચનને સુધારે 

સરસવના તેલનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. તેમાં રહેલ ગુણો પાચનને સરળ બનાવે છે અને ગેસ તેમજ કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

સ્કિન અને વાળ માટે ફાયદાકારક

રોજ સરસવના તેલનું સેવન કરવાથી સ્કિન ચમકીલી બનશે અને વાળ મજબૂત રહેશે. તેમા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સ હોય છે જે સ્કિન અને વાળ માટે ફાયદાકારક છે.

ઈમ્યુનિટીને વધારે છે

સરસવના તેલમાં એન્ટીબૈક્ટીરિયલ, એન્ટીફંગલ જેવા તત્વો હોય છે. આ તેલનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને સ્વાસ્થ્યને સુધારે છે.

વજનને કંટ્રોલ રાખવામાં મદદરૂપ

સરસવનું તેલ શરીરના મેટાબોલિઝમને વધારે છે અને તેનાથી ફેટ બર્ન જલ્દીથી થાય છે. સરસવના તેલનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે.

આંખ માટે ઉત્તમ

સરસના તેલમાં આંખની રોશનીને તેજ કરવાના ગુણ હોય છે. તેથી આ તેલથી પગના તળિયા પર માલિશ કરવાથી આંખની રોશનીને ફાયદો થાય છે અને શરીરને ફ્રેશ રાખે  છે.

દાંતના દુખાવામાં ફાયદાકારક

સરસવના તેલથી પેઢા પર માલિશ કરવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે તેમજ પેઢા મજબૂત બને છે. 

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય