Stairs Climbing Benefits : જો તમને રોજ જીમમાં જવાનો કે કસરત કરવાનો ટાઈમ નથી મળતો તો હવે ટેન્શન છોડી દો. તમે કસરત જેટલી જ કેલેરી સીડીઓ ચઢીને પણ બર્ન કરી શકો છો. ઘર કે ઓફિસમાં માત્ર સીડીઓ ચઢવા-ઉતારવાથી સ્નાયુઓ મજબૂત થાય છે. આ સાથે જ પેટની ચરબી દૂર થાય છે, બીપી, ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, તેમજ હૃદય અને મગજ સારી રીતે કામ કરશે. દિવસમાં માત્ર બે વાર સીડીઓ ચઢવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. ચાલો જાણીએ સીડી ચડવાના ફાયદા.