Vladimir Putin Secret Daughter Elizaveta : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 21 વર્ષીય ‘સિક્રેટ’ દીકરી એલિઝાવેતા ક્રિવોનોગીખ ફરી ચર્ચામાં છે. એવો દાવો છે કે, યુક્રેન યુદ્ધ શરૂ થતાં જ તે પેરિસ ચાલી ગઈ હતી અને ખોટી ઓળખ આપીને રહેતી હતી. યુક્રેનિયન ટીવીએ તેની તપાસમાં જણાવ્યું છે કે, પુતિનની પુત્રીએ નવું નામ રાખી લીધું છે અને તે પોતાને પુતિનના સ્વર્ગીય સહયોગી ઓલેગ રુડનોવની સગા તરીકે બતાવે છે. એલિઝાવેટા ક્રિવોનોગીખ હવે લુઈઝા રોઝોવા તરીકે ઓળખાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે, જે એક સમયે રશિયામાં સોશિયલ મીડિયા પર સક્રિય હતી, તે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલા જ ‘ગાયબ’ થઈ ગઈ હતી.