– ભાવનગરથી હરિદ્વાર પહોંચવામાં 31.20 કલાક અને પરત આવવામાં 31 કલાક થશે
– સાપ્તાહિકમાંથી દ્વિ-સાપ્તાહિક કરાયેલી ટ્રેનની ટિકિટનું બુકિંગ આજથી શરૂ કરાશે
ભાવનગર : ભાવનગરથી હરિદ્વાર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનને હવેથી દ્વિ-સાપ્તાહિક કરવામાં આવી છે. દર સોમવારની સાથે આગામી ૧૩મીથી દર ગુરૂવારે પણ હરિદ્વાર ટ્રેન ભાવનગરથી દોડશે. આ ટ્રેન રસ્તામાં ૩૭ સ્ટેશન પર ઉભી રહેશે.