Guru Gochar 2025: વર્ષ 2025માં ઘણા મોટા ગ્રહો પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે, પરંતુ તમામ ગ્રહોમાં શુભ ગ્રહ માનવામાં આવતા ધર્મ, ધન અને સમૃદ્ધિના કારક ગુરુ ગ્રહ નવા વર્ષમાં પોતાની ચાલ ઝડપથી બદલશે. નવા વર્ષ 2025માં ગુરુ ગ્રહ 14 મેના રોજ મિથુન રાશિમાં ગોચર કરશે અને 18 ઑક્ટોબરના રોજ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 11 નવેમ્બરે વક્રી થઈને ફરી 5 ડિસેમ્બરે મિથુન રાશિમાં ગોચર કરશે. ગુરુ અતિચારી અવસ્થામાં 3 ગણી વધુ ગતિ સાથે આગળ વધશે અને ખૂબ જ ટૂંકા સમયમાં તે રાશિને પાર કરીને ફરીથી એ જ રાશિમાં વક્રી અવસ્થામાં પરત ફરશે. આવી સ્થિતિમાં ગુરુ વર્ષ 2025માં ત્રણ વખત પોતાની ચાલ બદલશે. ગુરુની અતિચારી અવસ્થા મિથુન અને ધનુરાશિ સહિત 4 રાશિઓ માટે ખૂબ જ પડકારજનક રહેશે, જેના કારણે તે રાશિના જાતકોએ નવા વર્ષમાં સાવધાનીપૂર્વક કામ કરવું પડશે.