27 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
27 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાGujarat: મહેસાણાના ધરોઈ ડેમ ખાતે 23 મેથી એડવેન્ચર ફેસ્ટ શરૂ થશે

Gujarat: મહેસાણાના ધરોઈ ડેમ ખાતે 23 મેથી એડવેન્ચર ફેસ્ટ શરૂ થશે


મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું તા.23 મેના રોજ સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ એડ્વેન્ચર ફેસ્ટ’માં જમીન,પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ એક્ટિવિટીઝ,રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે

‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ વિશે વિગતો આપતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જેવા કે પાણીમાં પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે. તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઈમિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ફેસ્ટમાં ધરોઇ આવતા પ્રવાસીઓને એક યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર ઉપરાંત મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રકારનું પેકેજ રહેશે

આ ઉપરાંત પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અતિઆધુનિક AC ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ,ડિલક્સ ટેન્ટ સહિતના કુલ 21 ટેન્ટ અને અંદાજિત 100થી વધુ બેડની AC ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઈનિંગ હૉલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.આ એડવેન્ચર ફેસ્ટમાં તાત્કાલીક આરોગ્ય સુવિધાઓ,સર્ટિફાઇડ રાઈડ, આગ સામે સુરક્ષાના પગલાં વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.રજવાડી સ્યૂટ, પ્રીમિયમ ટેન્ટ અને ડિલક્સ એસી સ્વિસ કોટેજના પેકેજમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન, બપોરે ચા-નાસ્તો અને રાત્રિ ભોજન આપવામાં આવશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય