Germany Jobs : જર્મનીથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. બર્ટેલ્સમેન સ્ટિફ્ટંગના એક રિપોર્ટ અનુસાર, જર્મનીમાં 2 લાખ 88 હજાર શ્રમિકોની જરૂર પડશે. જો કે જર્મનીમાં વધતી ઉંમરથી શ્રમ શક્તિની અછત વર્તાઈ રહી છે, તેના કારણે જર્મીને વિદેશી પ્રવાસી શ્રમિકો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, જર્મનીને શ્રમ શક્તિ બનાવી રાખવા માટે 2040 સુધીમાં સરેરાશ દર વર્ષે 2 લાખ 88 હજાર શ્રમિકોની જરૂરિયાત રહેશે. આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, જો વિશેષ રીતે મહિલાઓ અને વૃદ્ધ શ્રમિકો વચ્ચે ઉલ્લેખનીય વૃદ્ધિ નહીં થાય તો જર્મનીને દર વર્ષે 3 લાખ 68 હજાર અપ્રવાસીઓની જરૂર પડી શકે છે.