ગાંધીનગર પોલીસે હિસ્ટ્રીશિટરોના ઘરે દરોડા પાડયા છે,મોડી રાતથી વહેલી સવાર સુધી આ દરોડા પાડવામાં આવ્યા છે,જેમાં જૂના હિસ્ટ્રીશિટરો અને આરોપીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે.178 હિસ્ટ્રીશિટરો અને બુટલેગરના ઘર પર દરોડા પાડતા આરોપીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.LCB પોલીસ અને સ્થાનિક પોલીસે આ દરોડા પાડયા છે.અલગ-અલગ 24 પોલીસની ટીમોએ આ દરોડા પાડયા છે,અને ડીજીપીની સૂચનાથી આ દરોડા પાડવામાં આવ્યા છે.
24 ટીમો બનાવી આરોપીના ઘરે તપાસ
આ સમગ્ર તપાસમાં પોલીસે અલગ-અલગ 24 ટીમો બનાવી હતી અને ગાંધીનગર જિલ્લામાં આરોપીઓના ઘરે તપાસ હાથધરી હતી,ડીજીપીએ સૂચના આપી અને તેના આધારે પોલીસ સતર્ક બનીને દરોડા પાડવા લાગી હતી,તો પોલીસે આ સમગ્ર કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે ગુનો પણ નોંધ્યો છે,અન્ય આરોપીઓ સામે ગુનો નોંધવાની કામગીરી શરૂ છે.ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે અને ગુનેગારો કાબુમાં રહે તે માટે દરોડા પાડયા હોવાની વાત સામે આવી છે.
ગાંધીનગર પોલીસના હિસ્ટ્રીશિટરોના ઘરે દરોડા
જૂના હિસ્ટ્રીશિટરો તેમજ આરોપીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં માહિતી સામે આવી રહી છે કે,100થી વધુ હિસ્ટ્રીશિટરોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે.88 સક્રિય ગુનેગારો, 72 હિસ્ટ્રીશિટરોના ઘરે દરોડા પાડયા છે.26 PSIની અલગ-અલગ ટીમે દરોડા પાડયા છે.એક PSI સાથે 5થી 7 પોલીસજવાનોની ટીમ હતી અને 24 ટીમો બનાવી આરોપીના ઘરે તપાસ હાથધરી છે.
એક અઠવાડીયા અગાઉ પણ ગાંધીનગર પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો
ગાંધીનગરના કોલવડામાં પૂર્વ બાતમીના આધારે પેથાપુર પોલીસે દરોડો પાડ્યો હતો. બૂટલેગર માતા-પુત્રના રહેણાક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખો રૂમ ફેંદી મારવા છતાં પોલીસને 4 દારૂની બોટલ મળી હતી. જો કે પોલીસ ત્રાટકતા બૂટલેગર માતા-પુત્ર મહેમાનોને છોડીને ઘરેથી નાસી છૂટ્યાં હતાં.
અમદાવાદ પોલીસે બુટલેગરો સામે કરી કાર્યવાહી
અમદાવાદ પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ પીસીબી (Prevention of Crime Branch ) શહેરમાં કામગીરી કરતી હોય છે ત્યારે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં દારૂ અને જુગારને લઈ પીસીબી દરોડા પાડતી હોય છે,ત્યારે અમદાવાદ પીસીબીએ ફરી વાર બુટલેગરો સામે લાલ આંખ કરી છે અને 28 નવેમ્બર 2024 સુધીમાં કુલ 425 બુટલેગરોને જેલ હવાલે કર્યા છે,બીજી તરફ વર્ષ 28 નવેમ્બર 2023માં 152 બુટલેગરોને જેલ હવાલે કર્યા હતા,ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 273 બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી છે.
અમદાવાદ શહેરમાં બુટલેગરો વધ્યા ?
અમદાવાદ પીસીબીના જે રીતે આંકડા સામે આવ્યા છે તેની સરખામણીએ વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ બુટલેગરોની સંખ્યા વધી ગઈ છે કે શું એમ લાગે છે કેમકે એક સાથે 273 બુટલેગરો નવા ઉમેરાયા હોય તેવું લાગી રહ્યું થે,વર્ષ 2023માં 152 બુટલેગરો હતા તો વર્ષ 2024માં 425 બુટલેગરો સામે કાર્યવાહી છે,તો સવાલ એ પણ થાય છે કે, કાં તો નવા બુટલેગરો શહેરમાં ધંધો કરી રહ્યાં છે અથવા તો પીસીબીએ ગત વર્ષે ઓછા બુટલેગરો સામે કાર્યવાહી કરી છે,આ બે શકયતાઓને નકારી શકાય નહી.