23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
23 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar: થર્ટી ફર્સ્ટને લઇ પોલીસ એલર્ટ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારા સામે કાર્યવાહી

Gandhinagar: થર્ટી ફર્સ્ટને લઇ પોલીસ એલર્ટ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારા સામે કાર્યવાહી


ગાંધીનગરમાં થર્ટી ફર્સ્ટની લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દારૂ પી ને નીકળનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગરમાં થર્ટી ફર્સ્ટ ને લઈને ગાંધીનગર પોલીસ એલર્ટ મોડમાં આવી છે. થર્ટી ફર્સ્ટને લઈને DGP તરફથી પણ ઝૂબેશ હાથ ધરવાની સૂચના મળી છે. થર્ટી ફર્સ્ટ ને લઈને ગાંધીનગર પોલીસ પણ ચેકીંગ હાથ ધરશે. ગાંધીનગર નાકા ઉપર મહત્વની ચેકીંગ હાથ ધરાશે. ડ્રિકિંગ ડ્રાઈવ અને પ્રોહીબિશન માટે ચેકીંગ કરવામાં આવશે. તમામ ઈમ્પોર્ટન્ટ સ્થળે 23 થી 31 ડિસેમ્બર સુધી ચર્કિંગ કરાશે. ગુનેગારો અને બુટલેગરની પોલીસ સતત ચેકીંગ કરી રહી છે.

૩૧ ડિસેમ્બર ની ઉજવણી માટે ગુજરાત પોલીસના દરેક એકમ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ગુજરાતના લોકો ૩૧ ડિસેમ્બર સાંજે સારી રીતે ઉજવણી કરે તે માટે ગુજરાત પોલીસે વ્યાપક વ્યવસ્થા કરી છે. બે દિવસ પહેલા તમામ રેંજ વડા કમીશ્નર અને એસપી સાથે વીસી કરી તમામ સૂચના અપાઈ છે. ઈન્ટરસેપ્ટર, તાલિમબદ્ધ સ્નિફર ડોગ દ્વારા વ્હીકલ ચેકિંગ કરવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા હોટલ લોજ ના માલિકો સાથે બેઠક કરી છે. અને શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ બાબતે જાણ કરવા પણ સૂચના અપાઈ છે.  

પોલીસની ડિપ્લોયમેન્ટ સ્ટ્રેટેજી પ્રમાણે તે દિવસે સવારે ઓછી પોલીસ હશે પણ સાંજે સૌથી વધુ પોલીસ હશે. તમામ શી ટીમ પેટ્રોલિંગમાં રહેશે. મહિલા હેલ્પડેસ્ક કાર્યરત થાય તે માટે જરૂરૂ સૂચના અપાઈ છે. તેમજ સઘન વાહન ચેકિંગ કરનાર અધિકારીઓ પાસે પોકેટ કોપ હશે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.  



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય