24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતMehsanaમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળુ કપાતા નિપજયું મોત, પરિવારમાં આક્રંદ છવાયો

Mehsanaમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળુ કપાતા નિપજયું મોત, પરિવારમાં આક્રંદ છવાયો


મહેસાણામાં ચાઈનીઝ દોરીએ યુવકનો ભોગ લીધો છે,જેમાં આંબલીયાસણ બ્રિજ પરથી યુવક પસાર થતો હતો તે દરમિયાન ચાઈનીઝ દોરી ગળામાંથી પસાર થઈ હતી અને તેનું મોત નિપજયું છે,આ સમગ્ર ઘટનામાં તેની પત્ની પણ સાથે હતી પરંતુ પત્નીને કોઈ ઈજા પહોંચી નથી સાથે સાથે મહેશજી ઠાકોરનું મોત થતા પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

ચાઈનીઝ દોરીએ લીધો જીવ

મહેસાણામાં ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગતા યુવકનું મોત નિપજયુ છે,પતી-પત્ની બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન અચાનક દોરી ગળાના ભાગે વાગી હતી અને જેના કારણે પતીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ.પતિને સારવાર મળે તે પહેલા મોત થયું હોવાની વાત સામે આવી છે,હાલમાં પોલીસે પતિના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે ત્યારે આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.

સુરતમાં ચાઈનીઝ દોરીથી એકનું મોત

સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તહેવારમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા રોક લગાવી દીધી છે. સાથે સાથે સુરતમાં એક યુવકનું ચાઈનીઝ દોરીથી મોત થયું છે.

વડોદરામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે ઝડપાયા

વડોદરાના પાદરામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બે લોકો ઝડપાયા છે,પાદરામાં પતંગનો વેપાર કરતા વેપારીઓ પાસેથી આ દોરી ઝડપી પાડવામાં આવી છે,પોલીસે 5 લાખ ઉપરાંતને મુદામાલ ઝડપી પાડય છે,ત્યારે પોલીસ આગામી સમયમાં પણ પતંગ-દોરીનું વેચાણ કરતા વેપારીઓના ત્યાં દરોડા પાડશે અને ચાઈનીઝ દોરી ઝડપાશે તેવા વેપારીઓ સામે ગુનો પણ નોંધવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય