ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બની છે. જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ટીમ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો છે.
શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં ત્રીજા માળે કોમ્પ્યુટર ડેસ્ક આગળ આગ લાગી
જૂના સચિવાલયના બ્લોક નંબર 1માં આગ લાગવાની ઘટના બની હતી. શ્રમ રોજગાર વિભાગની કચેરીમાં ત્રીજા માળે કોમ્પ્યુટર ડેસ્ક આગળ આગ લાગવાની ઘટના બની હતી અને ઓફિસ બંધ હોવાના કારણે ધુમાડો વધુ થયો હતો અને બારીઓના કાચ તોડી ભાગ ખુલ્લો કરવામાં આવ્યો, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારે આગની ઘટના બનતા જ આસપાસમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો, જો કે રાહતની વાત એ છે કે આગની આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાગ્રસ્ત થવાની ઘટના બની નહતી.
સચિવાલયના ગેટ નં-1 પાસે ઝેરી સાપ નીકળ્યો
બીજી તરફ ગઈકાલે જ ગાંધીનગરના સચિવાલયના ગેટ નં-1 પાસે ઝેરી સાપ નીકળ્યો હતો. ત્યારે સાપ નીકળતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા, જો કે સમયસર સાપને પકડી લેવામાં આવ્યો હતો અને સાપને પકડી લેવામાં આવતા કર્મચારીઓની સાથે અન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.