24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસShare Market Closing: શેરમાર્કેટમાં નજીવો ઘટાડો, સેન્સેક્સ 80,004 અંકે બંધ

Share Market Closing: શેરમાર્કેટમાં નજીવો ઘટાડો, સેન્સેક્સ 80,004 અંકે બંધ


મંગળવારે સવારે શેર માર્કેટની મંગળ શરૂઆત રહી હતી. પરંતુ બપોરે 3.30 કલાકે ક્લોઝિંગની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 80,004 અંક પર  105.79 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો જ્યારે નિફ્ટી 24,194 અંક પર  27.40 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. 

લાલ નિશાનમાં બંધ 

2 દિવસના ઉછાળા પછી માર્કેટ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું અને નિફ્ટી, નિફ્ટી બેન્ક ફ્લેટ બંધ થઈ ગયા હતા. મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો છે. આઈટી, એફએમસીજી, મેટલ શેરોમાં ખરીદારી હતી. ઓટો, ફાર્મા, એનર્જી ઇન્ડેક્સ ઘટાડા પર બંધ થયા. ઈન્ફ્રા, ઓઈલ અને ગેસ શેરોમાં દબાણ હતું.

ટોપ ગેનર અને ટોપ લુઝર 

બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોસીસ નિફ્ટીમાં ટોપ ગેનર હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા અને બજાજ ઓટો નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય