ઉનાવા મીરા દાતારે સલામ ભરવા જતાં બામરોલી પાટિયા પાસે ગાડી પલટી
ચાલક તથા મહિલાનું ઘટનાસ્થળે જ મોત : બે ઇજાગ્રસ્તોને ધારપુર અન્ય પાંચને રાધનપુર ખાતે સારવાર અર્થે ખસેડાયા
રાધનપુર: કચ્છના ગાંધીધામ તાલુકાના ચુડવા ગામનો મુસ્લિમ પરિવાર ગાડી લઈ વિસનગર તાલુકાના ઉનાવા ખાતે મીરાદાતારની દરગાહે જઇ રહ્યો હતો. તે દરમિયાન સાતલપુર-વારાહી હાઇવેના બામરોલી પાટિયા પાસે ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇવે રોંગ સાઈડમાં ગાડી પલટીખાઇ ખાડામાં પડી હતી. ગાડીમાં સવાર મુસાફરો એ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા .