સલાયાનું વહાણમાં કરાંચી નજીક ડૂબી જવાની ઘટના બાદ નવી ઘટના
મશીન રૂમમાં શોક સરકીટ થવાની સાથે ડિઝલ પાઈપ ફાટી જવાથી બોટ અગનગોળો બની દરિયામાં જ નાશ પામી, ટંડેલ સહિત પાંચ ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા
રાજકોટ,દીવ : તાજેતરમાં સલાયાનું માલવાહક લાકડાના વહાણમાં કરાંચીના દરિયામાં તોફાન થવાથી હાલકડોલક થઈને ડૂબી જવાની ઘટના તાજી જ છે ત્યાં દરિયાને લગતી બીજી ઘટના બની છે. જેમાં દીવની માછીમારી કરતી બોટમાં મુંબઈ નજીક અચાનક આગ ફાટી નીકળતા તારાજ થઈ ગઈ છે. જેમાં બેઠેલા ટંડેલ સહિત પાંચ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.