17.9 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, ડિસેમ્બર 17, 2024
17.9 C
Surat
મંગળવાર, ડિસેમ્બર 17, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશDelhi: નશાના ખતરા સામે સુપ્રીમ કોર્ટે યુવાનોને ચેતવ્યા

Delhi: નશાના ખતરા સામે સુપ્રીમ કોર્ટે યુવાનોને ચેતવ્યા


સુપ્રીમ કોર્ટે સોમવારે દેશના યુવાનોમાં વધી રહેલી નશાની આદત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે યુવાનોને ચેતવણી આપતા કહ્યું હતું કે ડ્રગ્સ લેવાનું બિલકુલ કૂલ નથી કે સારું નથી. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ એન કોટિશ્વરસિંહની બેન્ચે ડ્રગ્સની દાણચોરી કરનાર આરોપી અંકુશ વિપન કપૂર સામે NIA દ્વારા તપાસને મંજૂરી આપતા ઉપર મુજબ ટિપ્પણી કરી હતી.

અંકુશ પર એવો આરોપ છે કે તે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં હેરોઈનની દાણચોરીનાં કામમાં સામેલ છે. કોર્ટે કહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં નશાનું મહિમાગાન બંધ થવું જોઈએ. ડ્રગ્સ અને નશાના વ્યસનની સમસ્યાથી ભાગનારા લોકો અંગે ચિંતા દર્શાવીને કોર્ટે કહ્યું કે આ ગંભીર ખતરાથી લડવા સૌએ સંગઠિત થવું પડશે. તેણે ખાસ કરીને યુવાનોને આ પડકારનો સામનો કરવા અપીલ કરી હતી. જે વ્યક્તિ નશો કરતી હોય તેની સાથે સહાનુભૂતિ તેમજ પ્રેમથી પેશ આવવા અનુરોધ કર્યો હતો.

નશાના વ્યસનથી દેશની યુવા પેઢીને ગંભીર ખતરો

જસ્ટિસ નાગરત્નાએ ચેતવણી આપી હતી કે ડ્રગ્સનું વ્યસન સામાજિક તેમજ આર્થિક ખતરાની સાથે માનસિક ખતરો પણ સર્જે છે. આને કારણે દેશના યુવાનોની ચમક ગુમ થઈ રહી છે. કોર્ટે આ સમસ્યાથી લડવા માતાપિતા, સમાજ અને સરકારોને સાથે મળીને કામ કરવા તાકીદ કરી હતી.

કોર્ટે આ મુદ્દાની ગંભીર નોંધ લીધી હતી કે દેશના યુવાનોમાં નશાનું વ્યસન ઝડપથી ફેલાઈ રહ્યું છે. ડ્રગ્સની અસર વ્યક્તિની ઉંમર, જાતિ અને ધર્મથી અલગ છે અને આખા સમાજ તેમજ વ્યવસ્થા પર તેની ગંભીર અસર પડે છે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે ડ્રગ્સની કમાણીમાંથી આતંકવાદ અને સમાજને અસ્થિર કરવા માટે ફંડિંગ કરાય છે જે બંધ થવું જોઈએ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય