22.1 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
22.1 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનપ્રેગ્નન્ટ છે કેટરીના કૈફ? એક્ટ્રેસના વીડિયો અને તસવીરોએ ખેંચ્યું ફેન્સનું ધ્યાન

પ્રેગ્નન્ટ છે કેટરીના કૈફ? એક્ટ્રેસના વીડિયો અને તસવીરોએ ખેંચ્યું ફેન્સનું ધ્યાન


બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ લગ્ન બાદથી જ વિકી કૌશલના પરિવારનું ખાસ ધ્યાન રાખી રહી છે. કેટરિના કૈફ જે રીતે તેના સાસરિયાઓ સાથે જોડાયેલી વસ્તુઓનું ધ્યાન રાખે છે અને તેમની ખુશીઓ પૂરી કરવા માટે હંમેશા તૈયાર રહે છે તે જોઈને ફેન્સે તેને લાંબા સમયથી “પરફેક્ટ વહુ”નું ટેગ આપ્યું છે.

કેટરિના કૈફ સોમવારે તેની સાસુ સાથે શિરડી પહોંચી હતી, જ્યાં બંનેએ સાંઈ બાબાના દર્શન કર્યા હતા. કેટરિના કૈફ પ્રેગ્નેન્ટની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેને જોઈને ફેન્સ કૌશલ પરિવારની વહુના વખાણ કરી રહ્યા છે.

કેટરિના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ થઈ તેજ

એક્ટ્રેસ કેટરિના કૈફના શિરડીના વીડિયો અને ફોટોઝ સામે આવતા જ ફેન્સમાં પ્રેગ્નન્સીની ચર્ચા ફરી તેજ બની ગઈ છે. કેટરીના કૈફે લાંબા સમયથી એક્ટિંગમાંથી બ્રેક લીધો છે અને સોમવારે તે તેની સાસુ સાથે શિરડી પહોંચી હતી, જેના કારણે ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે તે જલ્દી જ માતા બનવા જઈ રહી છે. રણબીર-આલિયા, વરુણ-નતાશા અને રણવીર-દીપિકા પછી હવે ફેન્સ કેટરીના-વિકીને માતા-પિતા તરીકે જોવા માંગે છે.

કેટરિના મેરી ક્રિસમસથી ફિલ્મ બાદ બ્રેક પર

ગયા વર્ષે દર્શકોએ કેટરિના કૈફને સલમાન ખાન સાથે ટાઈગર 3 માં જોઈ હતો અને કેટરિના મેરી ક્રિસમસમાં જોવા મળી હતી. આ બંને ફિલ્મો એવરેજ હતી, જેના કારણે ફેન્સ કેટરિનાની બ્લોકબસ્ટર ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, કેટરિનાની જી લે ઝારા વિશે ચર્ચાઓ તેજ થઈ છે, જેમાં તે આલિયા-પ્રિયંકા સાથે જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી છે પરંતુ કેટલાક કારણોસર તેનું શૂટિંગ અટકી ગયું છે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય