ભુજ એરપોર્ટ પર પહોંચેલી ફલાઈટન વોટર કેનન સલામી અપાઈ
હવેથી અમદાવાદનો ધક્કો બચશે, એનઆરઆઈ પ્રવાસીઓને વિશેષ ફાયદો થશે
ભુજ: આજરોજ કચ્છ માટે વિસ્તારા એર લાઈનની દિલ્લી- ભુજ ફલાઈટની શરૂઆત થતાં બપોરે ભુજ એરપોર્ટ પર આવી પહોંચેલી ફલાઈટને વોટર કેનન સલામી આપવામાં આવી હતી. ૧૮૨ ક્ષમતવાળી ફલાઈટમાં આજે પ્રથમ દિવસે ૧૭૬ મુસાફરોએ દિલ્હીથી ભુજની મુસાફરી કરી હતી. ભુજ- દિલ્હી વચ્ચે ફલાઈટ શરૂ થતાં ઈન્ટરનેશનલ કનેક્ટીવીટી વધશે. જેનો ફાયદો કચ્છ આવતા જતા એનઆરઆઈ મુસાફરોને થશે.