રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત: 2081. કારતક વદ એકાદશી. મંગળવાર તા.26-11-2024
મેષ
આ સમયમાં તબિયતની કાળજી લેવી, ખર્ચા-વ્યય પર અંકુશ રાખવા, કૌટુંબિક કાર્ય થઈ શકે.
વૃષભ
ભાગીદારોથી મનદુઃખ, ગૃહવિવાદ ટાળજો, નાણાકીય કામ માટે સાનુકૂળતા.
મિથુન
માનસિક ચિંતા- આરોગ્ય સુધરે, આવકમાં વૃદ્ધિ સામે ખર્ચ વધે.
કર્ક
આપના પ્રયત્નો વધારશો તો સાનુકૂળ ફળ મળે, પ્રવાસની યોજના થાય, સ્નેહીથી મિલન.
સિંહ
આવક સામે જાવક વધતાં નાણાભીડ, કામનું ફળ ઘણું મળે, તબિયત નરમ જણાય.
કન્યા
વાદ-વિવાદ અકસ્માતથી દૂર રહેવું, નાણાભીડનો ઉપાય મળે, પ્રવાસ ફળે.
તુલા
આપની મૂંઝવણનો ઉકેલ મળે, નાણાકીય કામ બને, તબિયત સુધરે.
વૃશ્ચિક
લાભની તક મળે, તણાવ દૂર થાય, ગૃહવિવાદ ટાળજો, પ્રવાસમાં વિલંબ.
ધન
ખોટા ખર્ચ-વ્યય ન વધે તે જોજો, વિરોધી-હિત શત્રુઓથી સાવધ રહેવું, તબિયત નરમ.
મકર
મનની સમસ્યાનો હલ મળે, કાર્યલાભ, સ્નેહીથી મિલન- મહત્ત્વની ખરીદી.
કુંભ
આપના અગત્યના કામમાં સફળતા, મકાન-વાહન કાર્ય થાય, તબિયત સુધરે.
મીન
નિરાશા દૂર થાય, અકલ્પનીક તક મળે, કોઈ સારી ખરીદી, સ્નેહીથી મિલન.