Cyber Attacks: દુનિયાભરના અન્ય દેશો કરતાં ભારતમાં સાઇબર અટેક્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. સાઇબર અટેક્સ ફક્ત ભારતનો જ પ્રોબ્લેમ નથી, પણ સમગ્ર વિશ્વના બધાં દેશોમાં મળી આવે છે. જો કે, ભારત માટે આ પ્રોબ્લેમ હવે વધી ગયો છે કારણ કે સૌથી વધારે અટેક ભારતીયો પર થાય છે. આ અટેક સામાન્ય માણસથી લઈને કંપનીઓ પર પણ થાય છે. એવું નથી કે ફક્ત સામાન્ય વ્યક્તિના જ પૈસા લૂંટવામાં આવે છે; કંપનીઓ પર પણ અટેક કરીને તેમના ડેટા ચોરી કરવામાં આવે છે.