આજે 28 જાન્યુઆરી 2025એ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)નો 12મો પદવીદાન સમારંભ યોજાયો.સાંજે 5 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસમાં પદવીદાન સમારંભની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક અને ડિરેક્ટર ઉદય કોટક મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા તથા PDEUના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણીએ સ્નાતક થનારા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું.
12માં પદવીદાન સમારંભમાં કૂલ 1890 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી
તમને જણાવી દઈએ કે PDEUના 12માં પદવીદાન સમારંભમાં કૂલ 1890 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી, મુખ્ય મહેમાન ઉદય કોટક અને PDEUના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણીની હાજરીમાં તમામ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા અને ડ્રિગી પણ આપવામાં આવી. આ સાથે મુકેશ અંબાણી તમામ વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી.
ઉર્જા ઉત્પાદનોમાં ગુજરાત દેશનું નેતૃત્વ કરે છે: મુકેશ અંબાણી
વધુમાં મુકેશ અંબાણી વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે આપણે આપણા દુરંદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનીએ, કારણ કે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીનો જન્મ તેમના અસાધારણ વિઝનમાંથી થયો હતો. વડાપ્રધાન બન્યાના ઘણા સમય પહેલા તેમણે સ્વપ્ન જોયું હતું કે ભારતને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની જરૂર છે. 20 વર્ષ પહેલાં તેમણે મને કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ગુજરાત ઊર્જા અને ઊર્જા ઉત્પાદનોના ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરે, જે સપનું આજે પૂર્ણ થઈ રહ્યું છે અને ગુજરાત દેશમાં ઊર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહ્યું છે.
મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને આ 5 લાઈફલેશન કર્યા શેર
- તમારા જુસ્સાને શોધો અને કામને આનંદમાં ફેરવો.
- સતત બદલાતી દુનિયામાં જીવનભર શીખવા માટે પ્રતિબદ્ધ રહો.
- સાથે મળીને વિકાસ કરવા અને બીજાઓને ઉત્થાન આપવા માટે જ્ઞાન વહેંચો.
- વિશ્વાસ અને આદર પર આધારિત અર્થપૂર્ણ સંબંધો બનાવો.
- તમારા પરિવારની કદર કરો – તે હેતુ, મૂલ્ય અને શક્તિ પ્રદાન કરે છે.