ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કોસ્ટગાર્ડ માટે જેટીનાં પીલર બનાવતી વખતે દુર્ઘટના
એન્જિનિયર અને સુપરવાઇઝર તોતિંગ ક્રેઈન નીચે કચડાઈ ગયા, એક શ્રમિક દરિયાનાં પાણીમાં પટકાયો, ગંભીર દુર્ઘટનાનું કારણ અકબંધ
જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કોસ્ટગાર્ડ માટે જેટીનાં પીલર બનાવતી વખતે આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ધડાકાભેર ક્રેઈન તૂટી પડતા એન્જિનિયર અને સુપરવાઇઝર તોતિંગ ક્રેઈન નીચે કચડાઈ ગયા હતા, જ્યારે એક શ્રમિક દરિયાનાં પાણીમાં પટકાતા ત્રણે’ય કર્મચારીઓનાં કરૂણ મોત નીપજ્યા હતા. જો કે, જેના પગલે જીએમબી, કોસ્ટગાર્ડ, પોલીસ અને વહીવટી તંત્રને દોડધામ થઈ ગઈ હતી. જો કે, આ ગંભીર દુર્ઘટનાનું કારણ અકબંધ રહ્યું હતંુ.