Crane Accident in Surat: સુરતના માંગરોળ તાલુકાના મોલવણ ખાતે મશીનરી ચડાવતી વખતે એક કરૂણ દુઘર્ટના સર્જાઇ છે. જેમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડતાં નાની ક્રેનનો કચ્ચરખાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત ઘટનાસ્થળે જ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળ તાલુકા મોલવણથી દુખદ સમાચાર સામે આવ્યા છે.