મૃતકના પત્નીએ ચાર શખ્સ વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
આનંદનગર વિસ્તારની ઘટનામાં મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી લોન કરાવવા માટે અન્ય 2 શખ્સ પાસેથી મૃતકે 20 ટકા વ્યાજે નાણાં લીધા હતા
ભાવનગર : ભાવનગરના શહેરના આનંદનગર, મફતનગરમાં રહેતા કોન્ટ્રાક્ટરે મોટી રકમની બેંક લોન મજૂર કરાવવા માટે વ્યાજે નાણાં લઈ આપેલા રૃ. ૪૦ લાખ બે ઇસમોએ ખર્ચી લોન મંજૂર નહીં કરાવતા કોન્ટ્રાક્ટરને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેવાની ફરજ પડી હતી.એક તરફ લોન મંજૂર ન થતાં કામ અટકી પડવું અને બીજી તરફ વ્યાજખોરના ત્રાસના કારણે કંટાળીને અંતિમ પગલું ભરનાર કોન્ટ્રાક્ટર યુવાને આપઘાત પૂર્વે આપવીતી જણાવતો વીડિયો બનાવી મોતને વ્હાલ કર્યું હતું. જયારે, બનાવ અંગે મૃતકના પત્નીએ ૪ શખ્સ વિરુદ્ધ તેના પતિને મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.