24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષweekly horoscope: તમારું આખું અઠવાડિયું કેવું રહેશે, જાણો સાપ્તાહિક રાશિફળ

weekly horoscope: તમારું આખું અઠવાડિયું કેવું રહેશે, જાણો સાપ્તાહિક રાશિફળ


આગામી સપ્તાહ તા. 30-11-24 થી 06-12-24 સુધી કેવુ રહેશે આપના માટે થશે લાભ કે થશે નુકસાન જાણી લો. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.

મેષ (અ.લ.ઈ.)

મનનો પરિતાપ અને આંતરિક અજંપો ધીમે ધીમે સક્રિય થવાથી દૂર થશે. આવક વધારવા માટેના પ્રયત્નો વધારવા પડે અને અવરોધ, વિલંબ બાદ નાણાકીય કાર્ય થતું જણાય. વળી અણધાર્યા ખર્ચ સામે સજાગ રહેવું. મહત્ત્વની કામગીરીઓ જેવી કે જમીન, વાહન ઑફિસ બાબતો કે અન્ય કાનૂની કાર્ય બાબત સંજોગો ધીમે ધીમે સાનુકૂળ બને અને સફળતાની તક વધશે. નોકરીમાં રાહત- ધંધા-વેપાર-વ્યવસાય અંગે કોઈ કાર્યમાં સફળતા. કૌટુંબિક જીવનમાં સમાધાન, સંયમ શાંતિની જરૂરિયાત સમજીને ચાલવું, તબિયત ઠીક ઠીક રહે, પ્રવાસનું આયોજન થાય.

વૃષભ (બ.વ.ઉ.)

શાંતિ સ્વસ્થતા અને રાહત મેળવવા આપે ધ્યાન અને ભક્તિ વધારવા પડશે, આર્થિક આયોજનમાં ગફલત ન રહે તે જોવું, કેમ કે ગણતરી ઊલટી બની શકે, ધારેલી આવક પણ ઘોંચમાં પડતી જણાય, આપના વ્યવસાયિક યા અન્ય સામાજિક યા સંપત્તિ અંગેના કચેરીના કામોમાં આપના પ્રયત્નો સાર્થક બને, નોકરિયાતને કોઈ નવી તક દેખાય, ગૃહજીવનમાં સુખ સંવાદ સર્જવા પડશે. અને તે માટે લાગણી દર્શાવવી પડે, આરોગ્ય સાચવી લેવું, પ્રવાસમાં સાનુકૂળતા.

મિથુન (ક.છ.ઘ.)

કોઈ અજીબ ગૂઢ બેચેની અને વિષાદની લાગણી અંતઃકરણમાં જણાશે, આવક-જાવકના બંને પલ્લાઓને સમતોલ રાખવાની કોશિશ જરૂરી છે. કોઈ જૂની ઉઘરાણી- લાભની તક સર્જાય, સંપત્તિ વિષયક કે વાહન બાબતની કામગીરી અંગે સુધારો, નોકરી અંગેની સમસ્યાનો હલ મળે, ધંધાકીય કાર્ય માટે સાનુકૂળતા, જીવનસાથી સાથેની ગેરસમજો વધવા ન દેશો, દલીલ ન કરવી, સ્વજન સગાં સાથેના સંબંધો સુધારી લેવા, આરોગ્ય સચવાશે. પ્રવાસ ફળે.

કર્ક (ડ.હ.)

મનની મનીષાઓને મનમાં જ રાખવી પડે, અજંપો-ભય દૂર થશે, નાણાકીય તક સર્જાય, કોઈ લાભની દિશા ખૂલતી જણાય, સાથોસાથ ખર્ચ વધતા લાગે, સરકારી ખાનગી કચેરીના કામ અંગે કોઈ મદદ ઉપયોગી રહે. નોકરીની યા અન્ય ધંધા-સંપત્તિની કામગીરી સફળ બને, દાંપત્યજીવનમાં સંવાદિતા સર્જી શકો, મિત્ર, સ્વજન સ્નેહીથી મદદ મળે, આરોગ્યની કાળજી લેવી, પ્રવાસમાં વિઘ્ન જણાય.

સિંહ (મ.ટ.)

આપની ચિંતા ઉદ્યોગને દૂર રાખવા નકારાત્મક વલણ ત્યજો, આવક માટેના કોઈ ઉપાય મળે, મદદ જણાય, ખર્ચા ટાળજો, મકાન-વાહનની સમસ્યાના ઉકેલની તક મળે, નોકરી-ધંધામાં પ્રયત્નો સફળ બને, ગૃહજીવનમાં અશાંતિના મનદુઃખનો પ્રસંગ, સ્નેહી સ્વજનની મદદ મળે, આરોગ્ય સુધરે, પ્રવાસમાં આનંદ.

કન્યા (પ.ઠ.ણ.)

અંગત મૂંઝવણો જણાય, બેચેની વધતી લાગે, નાણાકીય સંજોગો તંબ બનતા લાગે. ખર્ચ-વ્યાજ ચુકવણાની સમસ્યા રહે, મકાન-વાહન અન્ય કાર્યો કે નોકરી ધંધાની કામગીરી માટે સમય સાનુકૂળ સુધરતો લાગે, કૌટુંબિક સામાજિક કાર્ય થાય, પ્રસન્નતા જણાય, તબિયત સચવાય, પ્રવાસમાં વિલંબ.

તુલા (ર.ત.)

આપની ભવિષ્યની ચિંતા વિના આજના પ્રશ્ન માટે વિચારવું. આવક વધારવાના પ્રયત્નો ધીમે ધીમે ફળે, જૂના લેણાં, ઉઘરાણી મળતી જણાય, મકાન-વાહનમાં આપની નોકરી- ધંધાની કામગીરીમાં વધુ મહેનતે અલ્પ ફળ મળે, ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો, ગેરસમજો દૂર થાય, આરોગ્ય નરમ-ગરમ, પ્રવાસમાં અડચણ જણાય.

વૃશ્ચિક (ન.ય.)

આપની વેદના, વ્યથામાંથી મુક્તિ મેળવી શકો, લાભની આશા ઠગારી નીવડતી લાગે, વધુ પ્રયત્ને આર્થિક કામ બની શકે, જમીન મકાનના પ્રશ્નો હોય કે નોકરી, વેપાર-ધંધાની કોઈની મદદ કામ લાગે, કૌટુંબિક- પરિવારના પ્રશ્નોના હલ માટે ધીરજની કસોટી થતી જણાય, તબિયત ચિંતા દૂર થાય, પ્રવાસમાં પ્રસન્નતા.

ધન (ભ.ફ.ઢ.ધ.)

અંગત બાબતોથી વ્યગ્રતા અનુભવાય, યોગ, ધ્યાન ઉપયોગી. આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા હો તો ધીમે ધીમે હલ મળતા રાહત મળે, મકાન-વાહન યા કચેરી કામો માટે પ્રગતિકારક, વિઘ્ન દૂર થાય, નોકરી-ધંધા અંગે અગત્યની મદદ તક મળે, કૌટુંબિક બાબતોથી તણાવ રહે, આરોગ્ય સાચવજો, પ્રવાસમાં મુશ્કેલી.

મકર (ખ.જ.)

કારણ વિનાનું ટેન્શન ઊભું થતું લાગે, સમાધાન જરૂરી, આર્થિક પ્રશ્નો, આવક વૃદ્ધિના પ્રયત્નો અંગે સાનુકૂળ તક, નવીન લાભની આથા. મકાન વાહન માટે સમય વિલંબ કરાવે, નોકરી-ધંધા વેપારમાં બોજો જણાય, ધાર્યું અટકતું લાગે, માદગીથી ચિંતા રહે, ગૃહજીવનમાં કોઈની માંદગીથી ચિંતા રહે, વૈચારિક મતભેદ ટાળવા આરોગ્ય બગડે નહીં તે જોવું. પ્રવાસમાં ગાફેલ ન રહેવું.

કુંભ (ગ.શ.સ.)

અંગત બાબતોથી મૂંઝવણ-બેચેની ઉચાટનો અનુભવ થતો જણાય, આવક કરતાં જાવક વધી જવાથી નાણાભીડ રહે, ધારી આવક ન મળે, ઉઘરાણીમાં પણ ધાર્યું ન થતાં ચિંતા. કાર્ય સફળતા માટેના પ્રયત્નો વધારવા પડે, ધીરજની કસોટી થતી જણાશે, નોકરિયાત વર્ગને કોઈ સાનુકૂળ તક, ધંધા-વ્યાપારમાં સંજોગો સુધરશે, ગૃહવિવાદનું સમાધાન મળે, ગેરસમજ દૂર કરી શકો, મિત્ર ઉપયોગી બને, આરોગ્ય બગડતું જણાય, પ્રવાસમાં પ્રગતિ.

મીન (દ.ચ.ઝ.થ.)

આપની વ્યગ્રતા અને ખોટી ચિંતા કાલ્પનિક ભયથી બચવા સમતોલન રાખો. નાણાકીય બાબતોની ગૂંચવણો ઉકેલાય, ચિંતાનો હલ મેળવી શકો, મિત્ર-સ્નેહીથી સહાય મળતાં રાહત, મહત્ત્વના કામ પ્રસંગોને આગળ ધપાવી શકશો. સફળતાની આશા વધે, નોકરિયાત વર્ગ માટે સમય સકારાત્મક, ધંધાકીય રીતે આપના પ્રયત્નો ફળે, કૌટુંબિક જીવનમાં સુખ પ્રસન્નતા, શુભ કાર્ય અંગે સાનુકૂળતા, મિત્ર, સ્વજનથી સંવાદિતા, આરોગ્ય જળવાશે, પ્રવાસમાં અવરોધ જણાય.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય