– ભુજ બોલાવીને રૂપિયા ભરેલી બેગ ઝુંટવી મકાનમાં પૂરીને ભાગ્યા
– પાંચ ચીટરો સામે ગુનો નોંધાયો : બે સાગરીત પોલીસના સકંજામાં
ભુજ: સસ્તા સોનાના નામે અનેક લોકોને બાટલીમાં ઉતારનારા ભુજના ચીટરોએ સુરતના સોની વેપારી બે ભાઇ ભત્રીજાઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. અને ૫૦૦ ગ્રામ સોનું લેસો તો, બજાર ભાવ કરતાં ૨૫ ટકા ડીસ્કાઉન્ટ સોનું આપવાનું કહી ભુજ બોલાવ્યા બાદ સોનાના બે બિસ્કીટ બતાવીને ભુજમાં તાયબા ટાઉનશીપમાં ૩૧.૬૦ લાખ રૂપિયા ભરેલી બેગ ઝુંટવીને એક રૂમમાં પૂરી બહારથી બંધ કરીને ચીટરો પલાયન થઇ ગયા હતા. એ ડિવિઝન પોલીસ મથકમાં નામચીન પાંચ ચીટરો સામે ગુનો નોંધાવાતાં બે પંટરો પોલીસના રડારમાં આવી ગયા હતા.