24 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
24 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાCanada Visa: વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી! સરકાર બતાવશે ઘરનો રસ્તો? જાણો કારણ

Canada Visa: વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી! સરકાર બતાવશે ઘરનો રસ્તો? જાણો કારણ


છેતરપિંડી કરનારા એજન્ટોએ 10 હજાર યુવાનોને અભ્યાસ માટે કેનેડા મોકલવા માટે નકલી LOI (લેટર ઓફ ઈન્ટેન્ટ) અને કોલેજો અને યુનિવર્સિટીઓના નકલી ઓફર લેટરનો ઉપયોગ કર્યો હતો. આ વિદ્યાર્થીઓમાં મોટી સંખ્યામાં પંજાબ મૂળના છે, જ્યારે બાકીના હરિયાણા અને ગુજરાતના છે અને કેટલાક દિલ્હીના છે.

કેનેડા સરકારના આ ઘટસ્ફોટ બાદ ધૂમ મચી ગયો છે અને ઘણા કોલેજ સંચાલકોને પણ સજા થવાની શક્યતા છે. તપાસ કરવામાં આવી રહી છે કે તેને ડોક્યુમેન્ટની ખરાઈ કર્યા વગર શા માટે અરજી કરી?

5 લાખથી વધુ સ્ટુડન્ટ વિઝા અરજીઓની કરવામાં આવી  ક્રોસ-ચેક

કેનેડા સરકારના રિપોર્ટ મુજબ આ વર્ષે 5 લાખથી વધુ સ્ટુડન્ટ વિઝા અરજીઓની ક્રોસ-ચેક કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 5 લાખ અરજીઓમાંથી 93 ટકા સાચી હોવાનું જણાયું હતું, પરંતુ 2 ટકા અરજીઓમાં નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. ઘણા કિસ્સાઓમાં, કોલેજો-યુનિવર્સિટીઓ પણ વિઝા માટે સબમિટ કરેલા પ્રવેશ પત્રોની ચકાસણી કરવામાં સક્ષમ ન હતી.

ગયા વર્ષે કેનેડામાં એક મોટી છેતરપિંડી સામે આવી હતી. ઘણા ભારતીય વિદ્યાર્થીઓને ભારતના નકલી સલાહકાર દ્વારા નકલી પ્રવેશ પત્રો સાથે કેનેડા મોકલવામાં આવ્યા હતા. કેનેડા પહોંચ્યા બાદ આ વાતનો ખુલાસો થતાં વિદ્યાર્થીઓને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા.

જાલંધર એજન્ટે 700 વિદ્યાર્થીઓને મોકલ્યા

જલંધર સ્થિત ફ્રોડ એજન્ટે નકલી ઓફર લેટર્સનો ઉપયોગ કરીને 700 વિદ્યાર્થીઓને કેનેડાની કોલેજોમાં પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે આ વિદ્યાર્થીઓને વર્ક પરમિટ આપવાનું શરૂ થયું, ત્યારે હોબાળો થયો. તેમાંથી બોધપાઠ લઈને સરકારે આ વર્ષે જાહેર કરાયેલા પ્રવેશ પત્રોની ચકાસણી શરૂ કરી દીધી છે. નવા નિયમો હેઠળ, તમામ કોલેજો અને યુનિવર્સિટીઓએ ઓનલાઈન પોર્ટલ દ્વારા પ્રવેશ પત્રની ચકાસણી કરવી જરૂરી છે.

કેનેડામાં 10,000 વિદ્યાર્થીઓ છેતરપિંડી કરીને પ્રવેશ્યા બાદ ત્યાંની સરકાર મુશ્કેલીમાં છે. પંજાબ પોલીસના રિટાયર્ડ આઈજી એસકે કાલિયાએ આ બાબતને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે. તેમને કહ્યું કે નકલી એજન્ટોની સાથે આમાં સામેલ કોલેજો અને યુનિવર્સિટીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. પંજાબ અને કેન્દ્ર સરકારે આ મુદ્દે કેનેડા સરકાર સાથે પણ વાત કરવી જોઈએ, કારણ કે આમાં વિદ્યાર્થીઓનો કોઈ દોષ નથી. તેઓ એજન્ટો દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમાંથી મોટા ભાગના પંજાબી છે, તેથી રાજ્ય સરકારે એજન્ટોની ઓળખ કરવી જોઈએ.

નકલી એજન્ટોએ રમી રમત

એસોસિયેશન ઓફ ઓવરસીઝ કન્સલ્ટન્ટ્સના ભૂતપૂર્વ વડા સુકાંત કહે છે કે આ આખો ખેલ એજન્ટો દ્વારા રમાડવામાં આવ્યો છે. વિઝા મેળવવા માટે તેને મોટી કોલેજોના નકલી ઓફર લેટર તૈયાર કર્યા હતા. કેનેડિયન એમ્બેસીએ વિઝા આપ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ વિદ્યાર્થીને અન્ય કોઈ કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. એમ્બેસીએ કોલેજો સાથે ઓફર લેટર ક્રોસ ચેક કર્યા ન હતા, જેનો એજન્ટોએ લાભ લીધો હતો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂક્યું હતું.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય