મુંબઈ : ગયા સપ્તાહમાં ૧,૦૦,૦૦૦ ડોલરની નજીક પહોંચી ગયા બાદ મુખ્ય ક્રિપ્ટોસ બિટકોઈનની રેલી અટકી પડી હોવાનું જોવા મળી રહ્યું છે અને હાલમાં ૯૯૦૦૦ ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટો કરન્સીસ માર્કેટ માટે કેવો અભિગમ અપનાવે છે તેના પર ખેલાડીઓની નજર રહેલી છે. ક્રિપ્ટોકરન્સીસની એકંદર માર્કેટ કેપ એક વર્ષમાં ૧૩૨ ટકાથી વધુ વધી છે.
૧,૦૦,૦૦૦ ડોલરની નજીક પહોંચ્યા બાદ બિટકોઈનના ખેલાડીઓ તેમના રોકાણ પાછા ખેંચી રહ્યાનું પ્રાપ્ત ડેટા જણાવી રહ્યા છે. એકસચેન્જો પર બિટકોઈનની ખરીદી કરતા વેચાણના ઓર્ડર છેલ્લા બે-ત્રણ દિવસથી વધુ આવી રહ્યા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.