મુંબઈ : ગ્લોબલ જનરેટિવ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (જન એઆઈ) ક્ષેત્રમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે અને જનએઆઈ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મોટા દેશોના હિસ્સામાં ભારતની રેન્ક છઠ્ઠી રહી છે. વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં ભારતનું જનએઆઈ ફન્ડિંંગ ત્રિમાસિક ધોરણે છ ગણું વધ્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતના જનએઆઈ સ્ટાર્ટઅપ્સે ૫.૧૦ કરોડ ડોલર ઊભા કર્યા છે જે જૂન ત્રિમાસિકમાં ૮૦ લાખ ડોલર ઊભા કરાયા હતા એમ નાસ્કોમે તેના રિપોર્ટમાં નોંધ્યું છે.