મુંબઈ : મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિનો વિધાનસભા ચૂંટણીમાં મહાવિજય થતાં ભારતીય શેર બજારોમાં ફંડો, મહારથીઓએ તેજીના તોફાની દોરને આગળ વધાર્યો હતો. શેરોમાં ઓલ રાઉન્ડ ફંડોએ તેજી કરતાં સેન્સેક્સ ફરી ૮૦૦૦૦ અને નિફટી ૨૪૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. એમએસસીઆઈ ઈન્ડેક્સમાં ફેરફાર સાથે આજે એચડીએફસી બેંકમાં જંગી વોલ્યુમ સાથે ફોરેન ફંડોની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ બેંકિંગ-ફાઈનાન્સ શેરો સહિત અન્ય શેરોમાં સિલેક્ટિવ ખરીદીએ બજારમાં ઈન્વેસ્ટરોમાં ફરી ખુશાલી છવાઈ હતી. ફંડો, ખેલંદાઓએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ નવેસરથી પસંદગીની ખરીદી વધારતા સેન્ટીમેન્ટ સુધરતું જોવાયું હતું. સેન્સેક્સ એક તબક્કે ૧૩૫૫.૯૭ પોઈન્ટની છલાંગે ઉપરમાં ૮૦૪૭૩.