19 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 29, 2024
19 C
Surat
રવિવાર, ડિસેમ્બર 29, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagarમાં ગોઝારો અકસ્માત, પત્નીનું મોત, પતિને ગંભીર ઈજા

Bhavnagarમાં ગોઝારો અકસ્માત, પત્નીનું મોત, પતિને ગંભીર ઈજા


ભાવનગરમાં મોટો અકસ્માત સર્જાયો છે. એક કારે ટુ-વ્હીલરને ટક્કર મારી છે. શહેરના કુંભારવાડા દસનાળા નજીક ફોર વ્હીલ અને ટુ વ્હીલરનો મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત થયું છે.

ઈજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

અકસ્માતની આ ઘટનામાં ફોર વ્હીલ ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લેતા ઘટના સ્થળ પર જ પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું છે. ત્યારે આ અકસ્માતમાં પતિને ગંભીર ઈજાઓ પહોંચી છે. પતિ-પત્ની બંને ટુ-વ્હીલર લઈને નડીયાદથી ભાવનગરના દેવગાણા જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં આશાબેન લલ્લુભાઈ દુમારાણીયાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે અને પતિ લલ્લુભાઈ દુમારાણીયાને ઈજા પહોંચી છે. જો કે ફોર વ્હીલ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને ઈજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અમરેલીમાં કાર ઝાડ સાથે અથડાતા બાળકનું મોત

બીજી તરફ અમરેલીમાં પણ અકસ્માતની ઘટના બની છે અને આ અકસ્માતમાં એક બાળકનું મોત થયું છે. અમરેલીના દેવરાજીયા ગામ પહેલા ફોર વ્હીલર કારને અકસ્માત નડ્યો હતો અને દેવરાજીયા પેટ્રોલ પંપ પાસે કાર લીમડાના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા

મારૂતિ સુઝુકી કંપનીની વેગેનાર ગાડીમાં 6 લોકો સવાર હતા, જેમાંથી 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને બાળકનું મૃત્યુ નિપજ્યું છે. આ બાળકની ઉંમર અંદાજે 3થી 4 વર્ષ છે. ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તો થયેલા લોકોને કારમાંથી બહાર કાઢીને 108માં બેસાડી અમરેલી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય