– ઈન્ટર કોર્પોરેશન ટી-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ત્રીજો દિવસ
– ભાવનગરની ટીમે 6 વિકેટ ગુમાવી 97 રન કર્યા હતા, ગાંધીનગરના મેયરની ટીમે 2 વિકેટે ગુમાવી 98 રન કરી જીત મેળવી
ભાવનગર : ગુજરાતમાં આંતર મહાપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટનુ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગઈકાલે ગુરૂવારે ભાવનગર મેયર અને ભાવનગર કમિશનરની ટીમનું ખરાબ પ્રદર્શન રહ્યુ હતુ તેથી બંને ટીમનો પરાજય થયો હતો. કમિશનરની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી, જયારે આજે શુક્રવારે ભાવનગરના મેયર અને ગાંધીનગર મેચયર વચ્ચે લીગ રમાઈ હતી, જેમાં ભાવનગરના મેયરની ટીમનો પરાજય થયો હતો. ભાવનગરની બંને ટીમનો નબળો દેખાવ રહેતા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે અને મહાપાલિકાને મોટો ખર્ચ માથે પડયો હોવાની ચર્ચા જામી છે.