– કાર્યવાહીના બદલે તંત્ર એજન્સીનો બચાવ કરતી હોવાનો આક્ષેપ
– અનેક સ્થળોએ ડામર ઉખડીને ખાડા પડવા લાગ્યા, અધિકારીઓના મનસ્વી વર્તન સામે ગ્રામજનોમાં રોષ
ભાવનગર : વલ્લભીપુર તાલુકાનાં પાટણા (ભાલ) થી રાજગઢ જતા રોડ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, ઘણી જગ્યાએ રોડની અડધી પટ્ટીમાં મોટી મોટી કડ પડી ગઈ છે. નાળા અને ડિપ પર ભયંકર ખાડા પડી ગયા છે. ખાડાઓના લીધે અકસ્માત થવાનો ભય રહે છે. ઉપરી વિભાગને સારું દેખાડવા તંત્ર દ્વારા સ્થાનિક અરજદારને ખોટા જવાબો આપી ઓનલાઈન ફરિયાદોનો નિકાલ કરાય છે.