ભાવનગર શહેર AAP મહિલા પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવી રહી છે. BIMS હોસ્પિટલની બાજુની જમીન પર દબાણ મામલે ભાવનગર શહેર AAP મહિલા પ્રમુખ અને તેમના ભાઇ સામે નોંધાયો ગુનો નોંધાયો છે.
ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેમના ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે. શહેરમાં સિવિલ હોસ્પિટલ નજીક આવેલ BIMS હોસ્પિટલની બાજુની જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કર્યું હતું. જગ્યાના માલિકએ નિલમબાગ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ અને તેમના ભાઈ હીતેશભાઈ રાઠોડ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર મામલે નિલમબાગ પોલીસએ મહિલા પ્રમુખ અને તેમના ભાઈની અટકાયત કરી છે. ફરિયાદીએ કલેકટર કચેરી ખાતે કરેલી રજુઆત બાદ ગત તારીખ 30 ડિસેમ્બરના રોજ કલેકટરએ કરેલા હુકમની નકલ લઈ લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધી છે. નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના લોકો નિલમબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા.