– ભાવનગરમાં ઠંડીનો પારો ફરી 16 ડિગ્રીથી નીચે
– 24 કલાકમાં દિવસનું તાપમાન પોણા ત્રણ ડિગ્રી ગગડયું, ભેજનું પ્રમાણ 68 ટકા રહ્યું
ભાવનગર : ભાવનગર ઉપરથી માવઠાંની ચિંતાના વાદળો હટતાની સાથે જ ઠંડીએ ફરી સામ્રાજ્ય જમાવ્યું છે. રાત્રે ટાઢોબોળ પવન ફૂંકાવવાના કારણે ધુ્રજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. દિવસ દરમિયાન પણ ઠંડીનો જોર રહેતા સપ્તાહના અંતમાં તાપમાન પોણા બેથી પોણા ત્રણ ડિગ્રી નીચું નોંધાયું હતું.