17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSuratમાં વૃદ્ધાને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ 1.71 કરોડ રૂપિયા પડાવ્યા

Suratમાં વૃદ્ધાને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ 1.71 કરોડ રૂપિયા પડાવ્યા


સુરતના વેસુમાં વૃદ્ધ બન્યા ડિજિટલ એરેસ્ટનો ભોગ તો વૃદ્ધને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 1.71 કરોડ પડાવ્યા છે,TRAI વિભાગમાંથી બોલતા હોવાનું કહી વૃધ્ધાને ફસાવવામાં આવ્યા છે તો શેરબજારનો ધંધો કરતા વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તો બેન્ક એકાઉન્ટથી કરોડોના વ્યવહાર થયા હોવાની વાત સામે આવી છે,તો ફોન કરનારે વૃદ્ધાને કહ્યું કે,સહકાર નહીં આપો તો આજીવન કેદની સજા આપવામાં આવશે તેમ કહી ધમકી આપવામાં આવી હતી.

સાયબર ક્રાઈમે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે,વેસુમાં રહેતા અને શેરબજારનો ધંધો કરતો વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે,વૃદ્ધાને કહ્યું કે તમારા અલગ-અલગ આધારકાર્ડ એકટિવ થયા છે અને તમે કોઈ ખોટી એકટિવીટી કરી રહ્યાં છો તેમ કહીને વૃદ્ધા પાસેથી રૂપિયા પચાવી પાડયા છે,ગુપ્ત તપાસના બહાને કરોડો રૂપિયા સેરવી લીધા હોવાની વાત સામે આવી છે.

જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય

એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે.

ડિજિટલ ધરપકડ શું છે?

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની ‘ગેમ’ શરૂ થાય છે.

સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો

1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.

2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.

3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.

4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.

5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય