સુરતમાં ચેઈન સ્નેચિંગ કરનારા સાળા બનેવીને પોલીસે ઝડપી પાડયા છે,સીસીટીવીના આધારે આ બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,પોશ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગને અંજામ આપતા હતા પહેલા વિસ્તારમાં રેકી કરતા અને ત્યારબાદ ઘટનાને અંજામ આપતા હતા,વડોદરાથી સુરત આવીને સ્પોર્ટ્સ બાઈક પર ચેઈન સ્નેચિંગ કરતા હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે.
હાઈવે પર કપડા બદલી નાખતા
મહત્વની વાત તો એ છે કે,આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે,ચેઈન સ્નેચિંગ બાદ હાઇવે પર કપડાં બદલી નાખતા હતા જેના કારણે કોઈ ઓળખી ના શકે તો બાઈકને પણ મોડીફાઈ કરી દેવામાં આવતું હોવાની વાત સામે આવી છે,પોલીસે સીસીટીવીના આધારે સોનુંસિંઘની ધરપકડ કરવામાં આવી છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,સુરત, વડોદરા સહિત 7 જગ્યાએ ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે તો પોલીસે અન્ય એક આરોપી સની ટાંકને ફરાર જાહેર કર્યો છે.
વડોદરામાં પણ કરતા ચોરી
આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે વડોદરા અને સુરતમાં બન્ને આરોપીઓ ચેઈન સ્નેચિંગ કરતા હતા અને સ્પોટ્સ બાઈક પર જ સ્નેચિંગ કરવામા આવતું હતુ.ત્યારે પોલીસે મુદ્દામાલ પણ ઝડપી પાડયો છે અને અન્ય કયા જિલ્લાઓમાં ચોરી કરવા જતા હતા તે દિશામાં તપાસ હાથધરી છે,મહત્વનું છે કે જયારે જયારે સુરતમાં કે વડોદરામાં ચેઈન સ્નેચિંગની ઘટના બનતી હતી તે સમયે આ આરોપીઓનો મુખ્ય રોલ રહેતો હતો તેવું તપાસમાં ફલિત થયું છે.
એક અઠવાડિયા અગાઉ પણ ચેઈન સ્નેચર ઝડપાયા
અડાજણ અને પાલ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ કરીને તરખાટ મચાવનાર બે રીઢા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ ચેઈન સ્નેચિંગના 12 ગુનાનો ભેદ ઉકેલાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 12 ચેઈન અને 3 વાહનો મળીને કુલ 12.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પાંડેસરા વડોદગામ પાસેથી આરોપી મોહિત રામયશ ઉર્ફે રામજશ રામનિવાસ પટેલ તથા રાહુલકુમાર ઉર્ફે રંગા બાલમુકુંદરામ ચંદ્રદેવરામ ચંદ્રવંશીને ઝડપી પાડ્યા હતા.