અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોતાના બાળકોને સોશિયલ મીડિયા અને લાઈમલાઇટથી દૂર રાખે છે. પરંતુ હાલમાં જ ઈન્ટરનેટ પર એક બાળકની તસવીર સામે આવી છે જે અનુષ્કા-વિરાટનો પુત્ર અકાય હોવાનું કહેવાય છે. પરંતુ હવે વિરાટ કોહલીની બહેન ભાવના કોહલી ઢીંગરાએ આ ફોટો વિશે સત્ય જણાવ્યું છે.
જાણો શું છે વાયરલ તસવીરનું સત્ય
વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અનુષ્કા શર્મા સ્ટેડિયમ પહોંચી હતી. આ દરમિયાન એક ફોટો સામે આવ્યો જેમાં અનુષ્કા શર્મા પાસે બેઠેલા વ્યક્તિના ખોળામાં એક બાળક જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે આ બાળક વિરાટ અને અનુષ્કાનો પુત્ર અકાય છે. પરંતુ હવે ક્રિકેટરની બહેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ દાવાઓને ફગાવી દીધા છે.
ભાવના કોહલી ઢીંગરાએ શું કહ્યું
ભાવના કોહની ઢીંગરાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી છે. આમાં તેણે લખ્યું છે કે ‘સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાના મિત્રની પુત્રીને અકાય તરીકે જોવામાં આવી રહી છે. તસવીરમાં દેખાતું બાળક અકાય નથી, આભાર.’ તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. આ ક્રિકેટરની 30મી ટેસ્ટ સદી હતી.
અનુષ્કા-વિરાટ બાળકોને કેમેરાથી રાખે છે દૂર
અનુષ્કા શર્મા અને કોહલીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમના બીજા બાળક અકાયનું સ્વાગત કર્યું હતું. એક્ટ્રેસે લંડનમાં પુત્રને જન્મ આપ્યો હતો. વર્ષ 2021ની શરૂઆતમાં આ કપલ વામિકા નામની પુત્રીના માતા-પિતા બન્યા હતા. અનુષ્કા અને વિરાટ શરૂઆતથી જ પોતાના બાળકો માટે નો ફોટો પોલિસી ફોલો કરી રહ્યાં છે. એરપોર્ટ પર પણ તે ઘણીવાર પાપારાઝીને બાળકોની તસવીરો કે વીડિયો ન બનાવવાનું કહેતી જોવા મળે છે.