Canada Work Permit Policy: કેનેડાની સરકારે ફરી એકવાર સ્ટુડન્ટ્સ વિઝાની નીતિમાં ફેરફાર કર્યો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરનાર પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી તેની લાયકાત પ્રમાણેના જોબની જરૂરિયાત હશે તો જ તેમને વર્ક પરમિટ આપવામાં આવશે. કેનેડા સરકારના આ નિર્ણયની ગુજરાત અને ભારતથી કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલા અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સનો કોર્સ કરી રહેલા 23 ટકા વિદ્યાર્થીઓ પર અસર પડશે. પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને કોઈ વિદ્યાર્થી બહાર નીકળે ત્યારે તેની સ્કીલ પ્રમાણેના જોબને ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટમાંથી જ કાઢી નાખીને તેમની હાલાકી વધારી દે તેવી સંભાવના વધી ગઈ છે.
વિદ્યાર્થીઓએ હવે જે સેક્ટરમાં કાર્યકુશળ કારીગરોની ડિમાન્ડ હોય તેને લગતા જ કોર્સ કરવા પડશે