31 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 15, 2024
31 C
Surat
રવિવાર, ડિસેમ્બર 15, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાSyriaના વિદ્રોહી સંગઠનોના સીધા સંપર્કમાં અમેરિકા

Syriaના વિદ્રોહી સંગઠનોના સીધા સંપર્કમાં અમેરિકા


યુએસએ અમેરિકન પત્રકાર હોમ ઓસ્ટિન ટાઈસની શોધ કરી છે, જે વર્ષ ૨૦૧૨માં સીરિયન ગૃહ યુદ્ધને કવર કરતી વખતે ગુમ થયા હતા અને અમેરિકા બળવાખોરો સાથે સીધા સંપર્કમાં છે.સામાન્ય રીતે સીરિયા પર કબજો કરી રહેલા વિદ્રોહી સંગઠનોને અમેરિકા અને તુર્કીની મદદના દાવા કરવામાં આવતા રહ્યા છે.ત્યારે શનિવારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પ્રેસ કોન્ફરેંસમાં જણાવ્યું હતું કે યુએસ સીરિયન વિદ્રોહી જૂથ હયાત તહરિર-અલ-શામ સાથે સીધા સંપર્કમાં છે, જેણે બશર અલ-અસદના બે દાયકાથી વધુ શાસનને દૂર કર્યા પછી દમાસ્કસ પર નિયંત્રણ મેળવ્યું છે.

અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકને એમ પણ કહ્યું હતું કે યુએસએ ૨૦૧૨માં સીરિયન ગૃહ યુદ્ધને કવર કરતી વખતે ગુમ થયેલ અમેરિકન પત્રકાર હોમ ઓસ્ટિન ટાઈસની શોધ ઝડપી કરી છે. હાલમાં અમેરિકી વિદેહ મંત્રી જોર્ડનની મુલાકાતે છે જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં બ્લિંકને કહ્યું કે તેઓ તહરિર-અલ-શામ  (HTS) અને અન્ય પક્ષો સાથે સંપર્કમાં છે. અમે જેની સાથે સંપર્કમાં આવ્યા છીએ તે દરેકને ઓસ્ટિન ટાઈસને શોધવા અને તેને ઘરે લાવવામાં મદદ કરવાના મહત્વ વિશે કહ્યું છે.

સીરિયામાં હાલની સ્થિતિ

સીરિયામાં અસદ શાસનનું પતન થયું છે. 14 વર્ષ સુધી ચાલેલા ગૃહયુદ્ધમાં આ એક ઐતિહાસિક વળાંક છે. વિવિધ સશસ્ત્ર જૂથો અને વિપક્ષી દળો વચ્ચે નિયંત્રણ હજી પણ બદલાઈ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાગેલા છે.ઉત્તરપૂર્વ સીરિયામાં પરિસ્થિતિ અસ્થિર છે. વિવિધ સશસ્ત્ર જૂથો અને ઘણા બધા ગુનાઓ વચ્ચે હિંસાઓ વધી રહી છે.

અમેરિકાએ સમર્થન આપવા સિદ્ધાંતો નકકી કર્યા.

બ્લિંકને કહ્યું કે તેણે બળવાખોરો સાથે તે સિદ્ધાંતો પણ શેર કર્યા છે જે અમેરિકાએ સમર્થન આપવા માટે નક્કી કર્યા છે.અમેરિકના સિદ્ધાંતો મુજબ સમર્થન કરવામાં આવશે. ત્યારે વિદ્રોહી જૂથને સિદ્ધાંતો વિશે માહિતગાર કરાયા છે.

રશિયા વિશે બ્લિંકને મૌન સેવ્યું.

સીરિયામાંથી રશિયન સૈનિકો પાછા ખેંચવાના અહેવાલો વિશે પૂછવામાં આવતા, તેમણે રશિયન પીછેહઠના અહેવાલોને સ્વીકાર્યા, જોકે તેમણે વધુ વિગતો શેર કરવાનું ટાળ્યું. બ્લિંકને કહ્યું, “મેં મીડિયામાં જે જોયું છે તે સિવાય હું અન્ય કોઈ પણ બાબત પર ટિપ્પણી કરી શકતો નથી,” અને મીડિયા કર્મચારીઓને વધુ માહિતી માટે અન્ય વહીવટી અધિકારીઓને વધુ પૂછપરછ કરવા નિર્દેશ આપ્યો.

સીરિયાના પડોશીઓ સાથે ચર્ચા

અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન હાલમાં મધ્ય પૂર્વના પ્રવાસે છે. શુક્રવારે બગદાદમાં ઇરાકી વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીને મળ્યા હતા અને પડોશી સીરિયાના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી. બ્લિંકન તુર્કિયેમાં રોકાયા પછી બગદાદ પહોંચ્યા, જ્યાં તેમણે ISISના ફરી ઊભા થવાના ખતરા અંગે ચર્ચા કરી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય