– રણબીર કપૂરે જાતે જ પેપર ફોડયું
– જોકે, રણબીર ઉલ્લેખ કરે છે એ સમયે આલિયા નવ વર્ષની હતી તેથી અજાણ હશે તેવો ચાહકોનો બચાવ
મુંબઇ : આલિયા ભટ્ટને પોતે પહેલીવાર મળ્યો ત્યારે તેને કિશોર કુમાર વિશે કોઈ જ માહિતી ન હતી તેવો ઘટસ્ફોટ ખુદ રણબીર કપૂરે કર્યો છે.
ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રણબીરના આ ઘટસ્ફોટ બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આલિયાને ટ્રોલ કરી હતી. જોકે, કેટલાક લોકોએ આલિયાનો એમ કહીને બચાવ કર્યો હતો કે રણબીર આલિયાને પહેલીવાર મળ્યો ત્યારે તે નવ વર્ષની જ હતી.