– મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાવાની સંભાવના દૂર થતી જાય છે
– આ હુમલાથી અનેક ઇજાગ્રસ્ત થયા છે : કેટલાક રોકેટ ઈઝરાયેલી પાટનગર તેલ-અવીવની મધ્યમાં પડયાં છે
તેલઅવીવ : કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયલ ઉપર બરોબરનું વેર વાળવું શરૂ કર્યું છે. રવિવારે તેણે ઈઝરાયલ ઉપર ૨૫૦ રોકેટ છોડયા હતા તેથી અનેક ઘાયલ થયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હિઝબુલ્લાહે કરેલો આ સૌથી વધુ ઘાતક હુમલો હતો.