26 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 16, 2024
26 C
Surat
સોમવાર, ડિસેમ્બર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: GPSC 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરીના અંતમાં જાહેર કરાશે

Ahmedabad: GPSC 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરીના અંતમાં જાહેર કરાશે


રાજયમાં લાંબા સમયથી સરકારી ભરતીની રાહ જોઈ રહેલા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે. આ માહિતી GPSCના ચેરમેન હસમુખ પટેલે આપી છે.

GPSCના ચેરમેન હસમુખ પટેલે X પર લખ્યું કે, ‘GPSC વિભાગો સાથે પરામર્શ કરી રહી છે તે પૂર્ણ થતા જાન્યુઆરી માસના અંત સુધીમાં આવતા વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પડાશે .’ તેમણે વધુમાં પરીક્ષા દરમ્યાનના નિયમોને લઈને અન્ય એક ટ્વિટ કરીને જણાવ્યુ છે કે ‘GPSCની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બોટલ ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય.’

GPSC દ્વારા આ અંગેની માહિતી આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર અથવા સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC official પર મળતી રહેશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય