કળિયુગનો શ્રવણ- જીવ્યો ત્યાં સુધી માતાની સેવા કરી
રાત્રે જીઆરડી અને દિવસે પાલિકામાં નોકરી છતાં બીમાર માતાની કરી નિરંતર સેવા
ગાંધીધામ: અંજારના ગુરુકુળ વિસ્તારમાં રહેતા કળિયુગના શ્રવણે માતાએ ફિર વિદાય લેતા તેનો આઘાત સહન ન થતા દીકરાએ પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. હેવી ડાયાબિટીસ હોવાના કારણે માતાનું શરીર ભારે ભરખમ થઈ ગયું હતું અને હલનચલનમાં પણ તકલીફ હતી. તેવામાં રાત્રે જીઆરડી અને દિવસે નગરપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા પુત્ર માતાની બને નોકરીની ફરજ સાથે નિરંતર સેવા કરતો હતો. આશીર્વાદ દરમિયાન ૭૦ વર્ષની માતાએ દમ તોડયું ત્યારે પુત્રને તે સહન ન થયું અને તેણે પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.